કચ્છ જિલ્લો

કચ્છ જિલ્લો એ ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છ જિલ્લામાં રણ, પર્વત અને મહાસાગરનું ત્રિપુટી સંયોજન છે.


 
કચ્છ જીલ્લાની આજુબાજુ સુરેન્દ્રનગર, મોરબી, પાટણ જીલ્લાઓ આવેલા છે..
ક્ષેત્રફળ :- ૪૫,૬૫૨  ચો.કિમી.  (વિસ્તાર  દ્રષ્ટીએ  ભારતનો  સૌથી  મોટો  જીલ્લો)
સ્થાપના :- ૧૯૬૦
વસ્તી :- ૨૦,૯૦,૩૧૩ (૨૦૧૧)
સાક્ષરતા :- ૭૮.૫૮ % (૨૦૧૧)
વિધાનસભાની કુલ સીટો :- ૬ (અબસાડા,માંડવી,ભુજ,અંજાર,ગાંધીધામ(એસ.સી), અને રાપર )
તાલુકાઓ:- ૧૦ (1)  ભૂજ  (2)  લખપત  (3)  અબડાસા  (4)  નખત્રાણા  (5)  માંડવી  (6)  મુન્દ્રા (7)  અંજાર  (8)  ભચાઉ  (9)  રાપર  (10)  ગાંધીધામ
તાલુકા પંચાયતની સીટો :- ૧૦ ( બેઠકો-૨૦૬) ( ભાજપ-૧૨૪, કોંગ્રેસ-૮૮)( મુદ્રા-૨૦,ગાંધીધામ-૧૬, રાપર-૨૪, ભૂજ-૩૨, માંડવી-૨૦, નખત્રાણા-૨૦, અબસાડા-૧૮,લખતર-૧૬, અંજાર-૨૦, ભચાઉ-૨૦)
જિલ્લા પંચાયત સીટ :- ૪૦ ( ભાજપ-૨૭,કોંગ્રેસ-૧૩)
જિલ્લા પંચાયત પ્રમુખ :- કૌશલ્યા માધાપરિયા
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- લક્ષ્મણભાઈ સોઢા
નગરપાલિકાઓ અને વોર્ડ :- ૪ (બેઠકો-૧૬૮) (ભાજપ-૪,કોંગ્રેસ-૦)( અંજાર-૯ , ભુજ-૧૧, ગાંધીધામ-૧૩, અને                    માંડવી-૯)
ગામડાંઓ :- ૯૫૦
મુખ્ય શહેર :-  ભૂજ
હવાઈ,મથક : ભૂજ
બંદરો :- કંડલા ( ગુજરાતનું સૌથી મોટું બંદર),  જખૌ,  મુન્દ્રા,  માંડવી,  કોટેશ્વર
લિંગ પ્રમાણ :-  ૯૦૭  દર  હજારે (૨૦૧૧)
પર્વતો:-ભુજીયો,  ધીણોધર,  કાળો,  ખાવડો,  લીલીયો,  ગારો,  ખાત્રોડ,  કિરો,  ધબકો,  માંડવા, ઝુરો,  વરાર, ઉમિયા,  ખડિયો.
નદીઓ : ખારી,  રૂદ્રમાતા,  કનકાવતી,  રુકમાવતી,  ભુખી,  વેખડી,  કાળી,  ખારોડ.
મુખ્ય પાકો :  બાજરી,  જુવાર,  ખારેક,  ઇસબગુલ.
ઉદ્યોગો :-  ચાંદીકામ,  સુતરાઉ  કાપડ,  રાસાયણિક  ખાતરો,  કલાકારીગરીના  હસ્ત  ઉદ્યોગો.
ખનીજ :  કોલસો,  ચુનાનો  પથ્થર,  બોક્સાઈટ,  ચિરોડી.
જોવાલાયક સ્થળો :  આઈના  મહેલ (ભૂજ),  પ્રાગ  મહેલ (ભૂજ),  હમીરસર  તળાવ (ભૂજ),  જેસલ–તોરલની  સમાધી (અંજાર),  નારાયણ  સરોવર,  કોટેશ્વર (લખપત), આશાપુરી માતાનો  મઢ (ગઢશીશા),   હાજીપીર,  કચ્છ  મ્યુઝીયમ,  ધોળાવીરા,  ભદ્રેશ્વર,  મુન્દ્રા, માંડવી,  ઘુડખર  અભ્યારણ,ચિકાર અભયારણ્ય.
   વિશેષ  નોંધ

ગુજરાતનો વિસ્તારની  દ્રષ્ટીએ  સૌથી  મોટો  જીલ્લો  છે.
ગુજરાતમાં છેલ્લે સૂર્યાસ્ત આ જિલ્લામાં થાય છે.
કચ્છમાં ૪૦ સે.મી.ઓછો વરસાદ પડે છે.
કચ્છની એક  વિશિષ્ટ  સંસ્કૃતિ  છે.  ભારતના  ક્રાંતિવીર  શ્યામજી  કૃષ્ણ  વર્માની  ભૂમિ  છે.
કચ્છના નાના રણ અને નળસરોવર વચ્ચેનો પ્રદેશ ઝાલાવાડ ત્સ્રીકે ઓળખાય છે.
કચ્છના મોટા  રણમાં  સુરખાબ  પક્ષીઓ  શિયાળામાં  મોટા  પ્રમાણમાં  આવે  છે.
આ જિલ્લામાં ઘોરડ પક્ષી વધુ જોવા મળે છે.
ભારતભરમાં જંગલી  ગધેડા  (ઘુડખર)  પણ  કચ્છના  નાના  રણમાં  જોવા  મળે  છે.
કંડલા ભારતનું  મોટું  અને  એકમાત્ર  મુક્ત  વ્યાપારી  બંદર  છે.
ગાંધીધામ ઔદ્યોગિક  શહેર  છે.
આદિપુર એ  કચ્છનું  શૈક્ષણિક  શહેર  છે.
અંજાર સુડી-ચપ્પા  તથા  ચાદરો,  ઓછાડ,  લુંગી  માટે  પ્રખ્યાત  છે.
દરિયાકિનારે આવેલા  નારાયણ  સરોવર  અને  કોટેશ્વર  યાત્રાધામો  છે.
લખપત તાલુકાના  પાનન્ધ્રોમા  લીગ્નાઈટનો  વિશાલ  જથ્થો  છે.
માંડવી રમણીય  અને  સુંદર  શહેર  છે.
ગુજરાતમાં સૌથી વધારે ઘેટાં બકરાં કચ્છ જીલ્લામાં છે.
ઊંટના પ્રજજનમાટે ઘોરી કેન્દ્ર જાણીતું છે.
હડપ્પા સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલ છે.
ડાયનાસોરના સૌથી વધુ ઈંડાઓનો સમૂહ અશ્મિભૂત મળી આવ્યા હતા.
ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝીયમ કચ્છ મ્યુઝીયમ ભૂજમાં આવેલું છે.
મુન્દ્રામાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલ છે.
કચ્છ જિલ્લામાં લીગ્નાઈત કોલસો મોટા પ્રમાણમાં મળી આવે છે.
કચ્છ ‘અજરખ ત’ નામની બ્લોક પ્રાંત ટેકનીક માટે જાણીતું છે.કચ્છ જિલ્લામાં કંઠીનું મેદાન આવેલું છે.
Next Post Previous Post
2 Comments
  • Unknown
    Unknown 15 ફેબ્રુઆરી, 2022 21:06

    કચ્છ જિલ્લા વિશે નિબંધ

    • Unknown
      Unknown 09 માર્ચ, 2022 16:05

      સરસ છે

Add Comment
comment url