ગુજરાત સ્થાપના
ગુજરાત રાજ્ય ની સ્થાપના મે ૧, ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્ય માંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો ની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમકે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.
ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મોટા નેતાઓ ભેટ આપેલ છે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે. ભારત ને મહાત્મા ગાંધી અને પકિસ્તાનને મહમદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને શ્રી મોરારજી દેસાઈ જેવા સિધ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે ૬૦૦ કરતા પણ વધારે રજવાડાઓ ને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી.
સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારત નાં આર્થિક વિકાસમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતા પણ ઘણો વધારે છે.

Nice