અરવલ્લી જિલ્લા વિશે
અરવલ્લી જિલ્લાની સરહદે આવેલા જિલ્લાઓ
અરવલ્લી જિલ્લાના જોવાલાયક સ્થળો
અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી નદીઓ
અરવલ્લી જિલ્લાના મુખ્ય ઉદ્યોગો
અરવલ્લી જિલ્લાનો ઇતિહાસ
અરવલ્લી જિલ્લાની નવરચના પહેલા અરવલ્લી જિલ્લો એ સાબરકાંઠા જિલ્લાનો ભાગ હતો તથા સાબરકાંઠા જિલ્લો બ્રિટીશ શાસન હેઠળની મહીકાંઠા એજન્સીનો ભાગ હતો.
અરવલ્લી જિલ્લાની સ્થાપના
૧૫મી ઓગસ્ટ ૨૦૧૩ ના રોજ સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવા અરવલ્લી જિલ્લાની નવરચના કરવામાં આવી હતી.
અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક
મોડાસા
અરવલ્લી જિલ્લાની વસ્તી(૨૦૧૧ મુજબ)
કુલ વસ્તી : ૧૦,૨૩,૭૨૪
પુરુષ : ૫,૨૪,૧૦૩
સ્ત્રી : ૪,૯૯,૬૨૧
લિંગ પ્રમાણ : ૯૫૩ સ્ત્રીઓ દર ૧૦૦૦ પુરુષે
અરવલ્લી જિલ્લાની સાક્ષરતા દર
૭૫.૮૪%
અરવલ્લી જિલ્લાનું ક્ષેત્રફળ
૩૩૦૮ ચો.કિમી
અરવલ્લી જિલ્લાની સરહદે આવેલા જિલ્લાઓ
સાબરકાંઠા , ગાંધીનગર , ખેડા અને મહીસાગર
અરવલ્લી જિલ્લાના તાલુકાઓ
અરવલ્લી જિલ્લામાં કુલ ૦૬ તાલુકાઓ આવેલા છે.
- મોડાસા
- બાયડ
- ધનસુરા
- ભિલોડા
- માલપુર
- મેઘરજ
અરવલ્લી જિલ્લાના જોવાલાયક સ્થળો
- શામળાજી મંદિર
- દેવની મોરી
- ઝાંઝરી ધોધ
અરવલ્લી જિલ્લાના ગામડાંઓ
અરવલ્લી જિલ્લામાં કુલ ૬૭૬ ગામડાઓ આવેલા છે.
અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી નદીઓ
- વાત્રક
- મેશ્વો
- માઝુમ
- શેઢી
- ઈન્દ્રાસી
- સાકરી
અરવલ્લી જિલ્લાના મુખ્ય પાકો
- મકાઈ
- ઘઉં
- ચણા
- એરંડા
- બાજર
- કપાસ
અરવલ્લી જિલ્લાના મુખ્ય ઉદ્યોગો
ક્વોરી ઉદ્યોગ
અરવલ્લી જિલ્લાની મુખ્ય ખનીજો
- ગ્રીટ
- કપચી
- મેટલ
અરવલ્લી જિલ્લા વિશે આ પણ જાણો
વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી જિલ્લામાંથી પસાર થાય છે.
અરવલ્લી જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.
વિદ્યાપુરુષ ઉમાશંકર જોષીનો જન્મ પણ ભિલોડા તાલુકાનાં બામણા ગામમાં થયો હતો અને તેઓએ સાહિત્ય ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપેલ છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનાં ખડોદા તેમજ ભાટકોટા ખાતે સોલાર પાર્ક ઉભો કરાયો છે. આ સોલાર પાર્ક થકી આસ-પાસનાં ગામોનાં ૨૦૦ થી વધુ લોકોને રોજગારીની તકો ઉભી થઈ છે. તેમજ અંદાજે ૨૦,૦૦૦ ઘરોને વિજળી પૂરી પાડી શકાય તેમ છે.