મોરબી જિલ્લો || Morbi District
જિલ્લાની સ્થાપના
રાજકોટ જિલ્લામાંથી ચાર તાલુકાઓ મોરબી, માળીયા , ટંકારા અને વાંકાનેર તથા સુરેન્દ્રનગર જિલ્લામાંથી હળવદ તાલુકો એમ કુલ પાંચ તાલુકાઓ લઇ મોરબી જિલ્લાની નવરચના કરવામાં આવી હતી.
જિલ્લાનું મુખ્ય મથક
મોરબી
જિલ્લાની વસ્તી(૨૦૧૧ મુજબ)
કુલ વસ્તી : ૯,૬૦,૩૨૯
પુરુષ : ૪,૯૪,૭૨૬
સ્ત્રી : ૪,૬૫,૬૦૩
લિંગ પ્રમાણ :
૯૬૧ સ્ત્રીઓ દર ૧૦૦૦ પુરુષે
જિલ્લાની સાક્ષરતા દર
૮૫.૪૯%
જિલ્લાનું ક્ષેત્રફળ
૪,૮૭૨ ચો.કિમી
સરહદે આવેલા જિલ્લાઓ
- કચ્છ
- જામનગર
- રાજકોટ
- સુરેન્દ્રનગર
જિલ્લાના તાલુકાઓ
મોરબી જિલ્લામાં ૫ તાલુકાઓ આવેલા છે.
- મોરબી
- માલીયા
- ટંકારા
- વાંકાનેર
- હળવદ
જિલ્લાના જોવાલાયક સ્થળો
- મણિ મંદિર
- નેહરુ ગેટ
- ઝુલતો પુલ
- દરબાર ગઢ
- નવલખી બંદર
જિલ્લાના ગામડાંઓ
મોરબી જિલ્લામાં કુલ ૩૪૯ ગામડાઓ આવેલા છે.
જિલ્લાના બંદરો
નવલખી બંદર
જિલ્લામાંથી પસાર થતી નદીઓ
મચ્છુ નદી
જિલ્લાના મુખ્ય પાકો
- કપાસ
- બાજરી
જિલ્લાના મુખ્ય ઉદ્યોગો
- સિરામિક ઉદ્યોગ
- ઘડિયાળ ઉત્પાદન ઉદ્યોગ
જિલ્લાની મુખ્ય ખનીજો
- લિગ્નાઇટ
- કાચ રેતી ખનિજ
જિલ્લા વિશે આ પણ જાણો
મોરબી સિરામિક અને વોલ ક્લોક ઉદ્યોગોનું હબ છે.
ભારતની સૌથી ખરાબ મોટી ડેમ હોનારતમાંની એક ગુજરાતમાં મોરબી ડેમ ફાટવાની ઘટના બની હતી.
મોરબીને ભારતનું સિરામિક શહેર તરીકે ઓળખવામાં આવે છે