ભાવનગર જિલ્લો

ભાવનગર જિલ્લો
ભાવનગર જીલ્લાની આજુબાજુ બોટાદ,અમરેલી જીલ્લાની સરહદો આવેલી છે.
ક્ષેત્રફળ :- ૬,૫૨૪ ચો.કિ.મી.
સ્થાપના :- ૧૯૬૦
વિધાનસભાની કુલ સીટો :- ૯ મહુવા(એસ.ટી), તળાજા, ગારીયાધાર, પાલીતણા, ભાવનગર-ગ્રામ્ય, ભાવનગર-વેસ્ટ, ગઢડા (એસ.સી), બોટાદ}
વસ્તી :- ૨૩,૯૩,૨૭૨ (૨૦૧૧)
સ્ત્રી પુરૂષ પ્રમાણ:– ૯૩૩ (દર હજારે)
સાક્ષરતા :-   ૭૫.૫૨%
તાલુકાઓ :- ૯ (ભાવનગર,વલ્લભીપુર.ઉમરાળા,શિહોર,ઘોઘા,ગારીયાધાર,પાલીતાણા,તળાજા અને મહુવા)
તાલુકા પંચાયતની કુલ સીટો :- ૯(બેઠકો-૨૧૦) ( ભાજપ-૮૯, કોંગ્રેસ-૧૧૦ અન્ય-૧૧ ) ( ભાવનગર-૨૦, ઉમરાના-૧૮, વલ્લભીપુર-૧૬,ઘોઘા-૧૮, મહુવા-૩૪,પાલીતણા-૨૦,ગારીયાધાર-૧૬,તળાજા-૩૨ અને જેસર-૧૬)
જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૪૦ ( ભાજપ-૧૭, કોંગ્રેસ-૨૩ અન્ય-૦ )
જિલ્લા પંચાયત પ્રમુખ :- સંજયભાઈ સરવૈયા
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- બાલચંદ લીંબાણી
નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ :- ૨ (મહુવા-૯ (૨૮) ( ભાજપ-૨૩, કોંગ્રેસ-૧૩, અન્ય-૦ )અને પાલીતાણા-૯ (૩૬)( ભાજપ-૨૨, કોંગ્રેસ-૧૩ અન્ય-૦૧ ))
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ની કુલ વોર્ડ અને સીટો :- 13 ( બેઠકો-૫૨) ( ભાજપ-૩૪, કોંગ્રેસ-૧૮,અન્ય-૦)
ભાવનગરના મેયર :- નીમુબેન બાંભણિયા
ભાવનગરના ડેપ્યુટી મેયર :- મનભા મોરી
ભાવનગરના મ્યુનિ.કમિશનર :- શ્રી જયપ્રકાશ શિવાહરે
મુખ્ય મથક  : – ભાવનગર
હવાઈમથક : – ભાવનગર
બંદરો :- અલંગ, મહુવા, તળાજા ,ઘોઘા
પર્વતો :– શેત્રુંજય, તળાજાના ડુંગરો,
નદીઓ :- શેત્રુજી, ઘેલો નદી, માળન, બગડ
મુખ્ય  પાકો :- મગફળી, કપાસ, બાજરી, ડુંગળી, દાડમ, કેળાં, ઘઉં,નારીયેળ, દાડમ અને જામફળ  
ઉદ્યોગો :- જહાજ ભાંગવાનો ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, હીરા ઘસવાનો ઉધોગ, ખેતીના ઓજારો, સિમેન્ટ, કાગળ, રબર, વનસ્પતિ ઘી, માટીનાં વાસણો
ખનીજ :– જીપ્સમ, ડોલોમાઈટ, લિગ્નાઈટ, ચોક
જોવાલાયક  સ્થળો : – પાલીતાણાનાં જૈન મંદિરો,ગોપ્રજ મહાદેવનું  મંદિર, કોડીયાર માતાનું મંદિર,વલ્લભીપુર,
   વિશેષ  નોંધ

આ જીલ્લાનો મોટો વિસ્તાર અરબ સાગરને કિનારે આવેલો છે.
ભાવનગર એ ગુજરાતની સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાય છે.
ભાવનગર એ વિકસિત બંદર અને ઔદ્યોગિક શહેર છે.
સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રીસર્ચ ઇન્સ્ટીટયુટ આવેલી છે.
લાકડાની ખરાદીકામ માટે મહુવા જાણીતું છે.
મહુવામાં નાળીયેર અને ડુંગળી ઉત્પાદન માટે પણ જાણીતું છે.
ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર પાલીતણા છે.આથી મંદિરોના નગર તરીકે ઓળખાય છે.
ગાંધીજીએ શામળદાસ કોલેજ, ભાવનગરમાં અભ્યાસ કર્યો હતો.
અલંગમાં જહાજ ભાંગવાનો ઉધોગ વિશ્વભરમાં જાણીતો છે.
ભાવનગરમાં દુર્લભ સિક્કાઓ,ફોટોફ્રેમ્સ, હથિયારો,ભૂસ્તરીય શોધોના નમૂનાઓ જેવી ચીજોનું સંગ્રહ ધરાવતું બેરટોન મ્યુઝીયમ આવેલું છે.
Next Post Previous Post
No Comment
Add Comment
comment url